nana balkone sabhinay varta kahevana phota

જૂન 23, 2009

TasvirBole

PDF f ile chhe. Link chhe.

Advertisements

રોજેરોજનું ચિંતન

જુલાઇ 16, 2008

આ પુસ્‍તક શા માટે વાંચવું જોઇએ ? * આપણે આપણી તનાવપૂર્ણ જિંદગીમાં સુખનો શાંતિપૂર્ણ અનુભવ કરવા ઝંખીએ છીએ. * આપણે જિંદગીનું નવેસરથી આયોજન કરવા ઝંખીએ છીએ. * આપણે આપણી રોજબરોજની સમસ્‍યાઓને સમજવા ઝંખીએ છીએ. * આપણે આપણા કુટુંબને અનહદ પ્રેમ કરવા ઝંખીએ છીએ. * આપણે આપણી સાથે કુટુંબ અને બાળકોનો વિકાસ ઝંખીએ છીએ. * આપણે નકારાત્‍મક વિચારો પર વિજય હાંસિલ કરવા ઝંખીએ છીએ. * આપણે આપણને, આપણી આજુબાજુના વાતાવરણને ઓળખવા ઝંખીએ છીએ. * આપણે સંબંધોનું વર્તુળ વિસ્‍તારવા ઝંખીએ છીએ. * વિશ્વના મહાન ચિંતકોની ચિંતનકણિકાઓ પર રોજેરોજના વિચારમંથનનું શ્રી જનક નાયક દ્ધારા ચિંતન-નવનીત, જેના વાંચનથી આખો દિવસ સુખશાંતિથી પસાર થઇ શકે છે. વર્ષનાં ૩૬૫ ચિંતનરત્‍નોનો અમૂલ્‍ય સંગ્રહ રૂ. ૪૫૦-૦૦

 


લાંબું જીવવું શા માટે ?

જુલાઇ 1, 2008

શા માટે લાંબું જીવવું છે ?

પ્રશ્નનો જવાબ શોધવાની ચાલો, આપણે કોશિશ કરીએ.

1. મજા, આનંદપ્રમોદ કરવા ?2. જીવવા સિવાય બીજો વિકલ્પ નથી એટલે ? 3. જગતમાં ચારે દિશામાં ફેલાઈ જવા ?4. આવનારી પેઢી માટે સુખનો રસ્તો શોધવા ? 5. પરમ સંતુષ્ટ થઈંને જીવનરસને લાંબો સમય પીવા માટે ?

(જનક નાયક લિખિત ‘જીવવું સહેલું છે’ પુસ્તક્માંથી)


સંવેદન

એપ્રિલ 6, 2008

સંવેદનનું વાર્ષિક લવાજમ 180ને બદલે માત્ર 50 રૂપિયા. વિદેશમાં 8 ડોલર અથવા 4 પાઉંડ.


સાકરચંદનો દીકરો રૉબોટ(બાળવાર્તા)

માર્ચ 11, 2008

 robot-1.jpg

નગરમાં હવે માણસો કરતાં રૉબોટ વધુ જોવા મળતા હતા. માણસોનું કામ ઓછું થઈ ગયું હતું. દરેક કામ હવે રૉબોટ કરતાં. રસોઈથી માંડીને મકાન બાંધકામ  કે ઘરનું નાનું-મોટું રૉબોટ પાસે કરાવવામાં આવતું. દરેક ઘરમાં દસ-પંદર રૉબોટ હતાં. રૉબોટ સસ્તા પડતાં. રૉબોટ ખરીદી શકાતાં. એક વખત રોકાણ થયું. પછી આરામ જ આરામ. રૉબોટ ભાડે અપાતા. ઑફિસમાં કામ કરવા રૉબોટ જતાં. મહિનાને અંતે રૉબોટ પગાર લાવતા. પૈસામાંથી જરૂરી ચીજવસ્તુઓ પણ રૉબોટ લાવતા. રૉબોટ રસોઈ કરતા ખરા. પણ તેઓ યંત્રમાનવ હતા. એટલે ખાવાનું કશું નહિ. સાકરચંદના ઘરમાં પંદર રૉબોટ હતા. સાકરચંદના ઘરમાં માણસો ચાર જ હતા. સાકરચંદ, તેમની પત્ની સરોજ. તેમનો છોકરો નીરવ. તેમની વહુ રાખી. ઘરના દરેક કામ માટે રૉબોટ હતો. રૉબોટનું એક સુખ કે તેને કદી ઊંઘ આવે નહિ. રાત અને દિવસ બંને તેને માટે સરખા. માણસો રાતે સૂઈ જાય. પણ રૉબોટ રાતે પણ જાગે. કામ કર્યા કરે. માણસો થાકી જાય, પણ રૉબોટ કદી થાકે નહિ. રૉબોટ કદી ગુસ્સે પણ થાય નહિ.

શરૂ શરૂમાં સાકરચંદ એમના દીકરાને કામ સોંપતા. પણ એ મૂડ હોય ત્યારે કામ કરે. મૂડ ન હોય તો ખિજવાય જાય. ઘણી વખત તો એ કામ કરવાની પણ ના પાડી દે. સરોજને પણ વહુ સાથે બને નહીં. ઘરમાં ચાર માણસો. પણ ચારેયના ખૂણા અલગ. કોઈ કોઈની સાથે વાતો કરે નહિ. પણ રૉબોટ આવી ગયા પછી સૌને શાંતિ. માણસોની હવે જરૂર નહિ. સાકરચંદ માંદા પડ્યા. તરત રૉબોટ હાજર. રૉબોટ તાવ માપે. ડૉક્ટરને બોલાવી લાવે. ડૉક્ટર પણ રૉબોટ જ હોય. સાકરચંદને તપાસે. દવા આપે. સમય થાય એટલે રૉબોટ હાજર થઈ જાય. તરત દવા આપી દે.

સાકરચંદનો દીકરો-વહુ તો આવે જ નહિ. પણ સાકરચંદને કદી બૂમ પાડવી પડે નહિ. સૌ ઘરમાં બેઠેલાં હોય. કામ કશું કરવાનું નહિ. ભીંત જેવા મોટા સ્ક્રીન પર પિક્ચર જોયા કરવાનું. મજા જ મજા. પણ સાકરચંદને દુખ થાય. દીકરો પાસે આવતો પણ નથી. દીકરો પૂછતો પણ નથી, પપ્પા, કંઈક જોઈએ છે ? રૉબોટ આખો દિવસ યસ સર, યસ સર કહેતો આસપાસ ફર્યા કરે. સાકરચંદનો જીવ મૂંઝાયા કરે. દીકરા અને વહુને ઝંખે. આમ તો દીકરા વહુને પણ કામ કશું નહિ. તેઓનું કામ પણ રૉબોટ જ કરે. પણ મમ્મી-પપ્પાને મળવાનું ગમે નહિ.

એક દિવસ સાકરચંદ માંદા પડ્યા. રૉબોટે સેવાચાકરી બહુ કરી. પણ અંતે તેઓ મરી ગયા. દીકરા પાસે તો સમય જ નહોતો. ઘરના રૉબોટ ભેગા થયા. ને સાકરચંદને સ્મશાનમાં લઈ ગયા. સાકરચંદની અંતિમ ઈચ્છા લાકડાની ચિતા પર બળવાંની હતી. વીલમાં લખ્યું હતું કે રૉબોટ જ તેમનો અગ્નિદાહ કરશે. રૉબોટને સાકરચંદ દીકરા કહીને જ બોલાવતા. લાકડા પર સાકરચંદનું શબ ગોઠવાયું. રૉબોટના હાથમાં સળગતું લાકડું હતું. છેવટે રૉબોટે દાહ આપ્યો. રૉબોટ કદી રડતો નહોતો. પણ તે દિવસે રૉબોટની આંખમાં આંસુ હતાં. સાકરચંદની ચિતા ભડ ભડ બળતી હતી.

(જનક નાયકના બાળવાર્તાઓનું પુસ્તક રૉબોટકથાઓમાંથી)


સમય

માર્ચ 11, 2008

samaynuaayojan.jpg 

શા માટે આપણે સમયનું આયોજન કરવું જોઈએ ?

1. કામ વિશે સ્પષ્ટ થવાની આદત વધે એ માટે. 2. પસાર થતાં સમય વિશે સભાન થવાય એ માટે. 3. તમારું કાર્ય વિલંબાય નહિ એ માટે. 4. ધાર્યું પરિણામ મેળવી શકાય એ માટે. 5. યાદશક્તિ વધારવા માટે. 6. જીવનમાં એક રિધમ કેળવાય એ માટે. 7. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે. 8. ઘર એ ઘર અને ઓફિસ એ ઓફિસ રહી શકે એ માટે. 9. આજુબાજુના સૌ તમારી પ્રશંસા કરે ને તમારી લોકપ્રિયતા વધે એ માટે. 10. ભૂલો ઓછી થાય એ માટે. 11. મક્કમ નિર્ણયશક્તિ ખીલે એ માટે. 12. સફળતમ વ્યક્તિ તરીકેની છાપ ઉપસે એ માટે. 13. સમયનો મહત્તમ ઉપયોગ આપણાથી થઈ શક્યો છે એવી માનસિક શાંતિ માટે.

(જનક નાયકના પુસ્તક સમયનું શ્રેષ્ઠ આયોજનમાંથી)


રમત રમવાની કળા

માર્ચ 7, 2008

suvakya1.jpg

નાના હતા ત્યારે આપણે ‘આંધળોપાટો’ નામની રમત રમતા. આંખે પાટા બાંધીને શોધવાની રમત. દર વખતે અટકળ કરવાની. એ છોકરો અહીં હશે, ને ત્યાં એને પકડવા ધસવાનું. પણ ત્યાં પહોંચીએ ત્યારે એ છોકરો ત્યાંથી ખસી ગયો હોય. હાથ લંબાવીએ તેને પકડવા માટે. પણ હાથમાં કશું આવે નહિ. માત્ર સંભળાય છોકરાંઓના હસવાના અવાજો. નવાઈની વાત એ છે કે હાથમાં કશું આવ્યું ન હોય છતાં આનંદ આવે. રમતમાં ‘દાવ’ આપવાની પણ મજા છે એની બાળપણમાં ખબર હોય. પણ સમજ આવતી જાય, એટલે માત્ર ‘દાવ’ લેવાની રાજરમત શરૂ થાય, ને જીવનમાં મુશ્કેલીઓનો મસમોટ્ટો ડુંગર બનતો જાય.

(શ્રી જનક નાયકના પુસ્તક ‘જીવવું સહેલું છે’માંથી)