હું ગાંધી
તમે ગાંધી
આપણે સૌ ગાંધી
જો એવું થાય તો
આવે દેશમાં આંધી
પળેપળની ક્રાંતિ
પછી હું બદલાઉં
પછી તમે બદલાઓ
પછી આપણે સૌ બદલાઈએ
જો એવું થાય તો
આવે દેશમાં આંધી
પળેપળની ક્રાંતિ
પછી હું સુંદર
પછી તમે સુંદર
પછી આપણે સૌ સુંદર
જો એવું થાય તો
બને આપણો દેશ સુંદર
શું આવું થાય ખરું
ઈશ્વરને દરરોજ પ્રાર્થું છું
હા, આવું જ થાય
હું જોઉં તમારામાં ગાંધીને
ને તમે જુઓ મારામાં ગાંધીને
એટલે આપણે સૌ સત્યના ઉપાસક
જો એવું થાય તો
પછી કયો કાયદો તોડવા
ગાંધીએ કરવી પડે દાંડીયાત્રા
પછી હું ખુશ
પછી તમે ખુશ
પછી આપણે ખુશ
જો એવું થાય તો બને આપણો દેશ ખુશખુશ
શું આવું થાય ખરું
હા, આવું જ થશે ગાંધીના રામરાજ્યના
ચાલો, આપણે સૌ એ શુભ દિવસની પ્રતીક્ષા કરીએ…..
જનકભાઇ,
વેબસાઇટ દ્વારા તમોને મળીને ખુબ આનંદ થયો.
એજ
કમલેશ યાજ્ઞિક
I LIKE TO PUT IN HASYADARBAR !!!
Good web site and poetry ‘Gandhi’.You can well manage with staff of Sahitya Sangam. Good luck for website.In April issue of ”Samvesad”, story ‘Jatara’ written by Sumant Raval is very appealing to humanity.Please convey him my regards.