PDF f ile chhe. Link chhe.
રોજેરોજનું ચિંતન
July 16, 2008
આ પુસ્તક શા માટે વાંચવું જોઇએ ? * આપણે આપણી તનાવપૂર્ણ જિંદગીમાં સુખનો શાંતિપૂર્ણ અનુભવ કરવા ઝંખીએ છીએ. * આપણે જિંદગીનું નવેસરથી આયોજન કરવા ઝંખીએ છીએ. * આપણે આપણી રોજબરોજની સમસ્યાઓને સમજવા ઝંખીએ છીએ. * આપણે આપણા કુટુંબને અનહદ પ્રેમ કરવા ઝંખીએ છીએ. * આપણે આપણી સાથે કુટુંબ અને બાળકોનો વિકાસ ઝંખીએ છીએ. * આપણે નકારાત્મક વિચારો પર વિજય હાંસિલ કરવા ઝંખીએ છીએ. * આપણે આપણને, આપણી આજુબાજુના વાતાવરણને ઓળખવા ઝંખીએ છીએ. * આપણે સંબંધોનું વર્તુળ વિસ્તારવા ઝંખીએ છીએ. * વિશ્વના મહાન ચિંતકોની ચિંતનકણિકાઓ પર રોજેરોજના વિચારમંથનનું શ્રી જનક નાયક દ્ધારા ચિંતન-નવનીત, જેના વાંચનથી આખો દિવસ સુખશાંતિથી પસાર થઇ શકે છે. વર્ષનાં ૩૬૫ ચિંતનરત્નોનો અમૂલ્ય સંગ્રહ રૂ. ૪૫૦-૦૦
લાંબું જીવવું શા માટે ?
July 1, 2008શા માટે લાંબું જીવવું છે ?
પ્રશ્નનો જવાબ શોધવાની ચાલો, આપણે કોશિશ કરીએ.
1. મજા, આનંદપ્રમોદ કરવા ?2. જીવવા સિવાય બીજો વિકલ્પ નથી એટલે ? 3. જગતમાં ચારે દિશામાં ફેલાઈ જવા ?4. આવનારી પેઢી માટે સુખનો રસ્તો શોધવા ? 5. પરમ સંતુષ્ટ થઈંને જીવનરસને લાંબો સમય પીવા માટે ?
(જનક નાયક લિખિત ‘જીવવું સહેલું છે’ પુસ્તક્માંથી)
સંવેદન
April 6, 2008સંવેદનનું વાર્ષિક લવાજમ 180ને બદલે માત્ર 50 રૂપિયા. વિદેશમાં 8 ડોલર અથવા 4 પાઉંડ.
સાકરચંદનો દીકરો રૉબોટ(બાળવાર્તા)
March 11, 2008
નગરમાં હવે માણસો કરતાં રૉબોટ વધુ જોવા મળતા હતા. માણસોનું કામ ઓછું થઈ ગયું હતું. દરેક કામ હવે રૉબોટ કરતાં. રસોઈથી માંડીને મકાન બાંધકામ કે ઘરનું નાનું-મોટું રૉબોટ પાસે કરાવવામાં આવતું. દરેક ઘરમાં દસ-પંદર રૉબોટ હતાં. રૉબોટ સસ્તા પડતાં. રૉબોટ ખરીદી શકાતાં. એક વખત રોકાણ થયું. પછી આરામ જ આરામ. રૉબોટ ભાડે અપાતા. ઑફિસમાં કામ કરવા રૉબોટ જતાં. મહિનાને અંતે રૉબોટ પગાર લાવતા. પૈસામાંથી જરૂરી ચીજવસ્તુઓ પણ રૉબોટ લાવતા. રૉબોટ રસોઈ કરતા ખરા. પણ તેઓ યંત્રમાનવ હતા. એટલે ખાવાનું કશું નહિ. સાકરચંદના ઘરમાં પંદર રૉબોટ હતા. સાકરચંદના ઘરમાં માણસો ચાર જ હતા. સાકરચંદ, તેમની પત્ની સરોજ. તેમનો છોકરો નીરવ. તેમની વહુ રાખી. ઘરના દરેક કામ માટે રૉબોટ હતો. રૉબોટનું એક સુખ કે તેને કદી ઊંઘ આવે નહિ. રાત અને દિવસ બંને તેને માટે સરખા. માણસો રાતે સૂઈ જાય. પણ રૉબોટ રાતે પણ જાગે. કામ કર્યા કરે. માણસો થાકી જાય, પણ રૉબોટ કદી થાકે નહિ. રૉબોટ કદી ગુસ્સે પણ થાય નહિ.
શરૂ શરૂમાં સાકરચંદ એમના દીકરાને કામ સોંપતા. પણ એ મૂડ હોય ત્યારે કામ કરે. મૂડ ન હોય તો ખિજવાય જાય. ઘણી વખત તો એ કામ કરવાની પણ ના પાડી દે. સરોજને પણ વહુ સાથે બને નહીં. ઘરમાં ચાર માણસો. પણ ચારેયના ખૂણા અલગ. કોઈ કોઈની સાથે વાતો કરે નહિ. પણ રૉબોટ આવી ગયા પછી સૌને શાંતિ. માણસોની હવે જરૂર નહિ. સાકરચંદ માંદા પડ્યા. તરત રૉબોટ હાજર. રૉબોટ તાવ માપે. ડૉક્ટરને બોલાવી લાવે. ડૉક્ટર પણ રૉબોટ જ હોય. સાકરચંદને તપાસે. દવા આપે. સમય થાય એટલે રૉબોટ હાજર થઈ જાય. તરત દવા આપી દે.
સાકરચંદનો દીકરો-વહુ તો આવે જ નહિ. પણ સાકરચંદને કદી બૂમ પાડવી પડે નહિ. સૌ ઘરમાં બેઠેલાં હોય. કામ કશું કરવાનું નહિ. ભીંત જેવા મોટા સ્ક્રીન પર પિક્ચર જોયા કરવાનું. મજા જ મજા. પણ સાકરચંદને દુખ થાય. દીકરો પાસે આવતો પણ નથી. દીકરો પૂછતો પણ નથી, ‘પપ્પા, કંઈક જોઈએ છે ?’ રૉબોટ આખો દિવસ ‘યસ સર, યસ સર’ કહેતો આસપાસ ફર્યા કરે. સાકરચંદનો જીવ મૂંઝાયા કરે. દીકરા અને વહુને ઝંખે. આમ તો દીકરા વહુને પણ કામ કશું નહિ. તેઓનું કામ પણ રૉબોટ જ કરે. પણ મમ્મી-પપ્પાને મળવાનું ગમે નહિ.
એક દિવસ સાકરચંદ માંદા પડ્યા. રૉબોટે સેવાચાકરી બહુ કરી. પણ અંતે તેઓ મરી ગયા. દીકરા પાસે તો સમય જ નહોતો. ઘરના રૉબોટ ભેગા થયા. ને સાકરચંદને સ્મશાનમાં લઈ ગયા. સાકરચંદની અંતિમ ઈચ્છા લાકડાની ચિતા પર બળવાંની હતી. વીલમાં લખ્યું હતું કે રૉબોટ જ તેમનો અગ્નિદાહ કરશે. રૉબોટને સાકરચંદ ‘દીકરા’ કહીને જ બોલાવતા. લાકડા પર સાકરચંદનું શબ ગોઠવાયું. રૉબોટના હાથમાં સળગતું લાકડું હતું. છેવટે રૉબોટે દાહ આપ્યો. રૉબોટ કદી રડતો નહોતો. પણ તે દિવસે રૉબોટની આંખમાં આંસુ હતાં. સાકરચંદની ચિતા ભડ ભડ બળતી હતી.
(જનક નાયકના બાળવાર્તાઓનું પુસ્તક ‘રૉબોટકથાઓ’માંથી)
સમય
March 11, 2008શા માટે આપણે સમયનું આયોજન કરવું જોઈએ ?
1. કામ વિશે સ્પષ્ટ થવાની આદત વધે એ માટે. 2. પસાર થતાં સમય વિશે સભાન થવાય એ માટે. 3. તમારું કાર્ય વિલંબાય નહિ એ માટે. 4. ધાર્યું પરિણામ મેળવી શકાય એ માટે. 5. યાદશક્તિ વધારવા માટે. 6. જીવનમાં એક રિધમ કેળવાય એ માટે. 7. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે. 8. ઘર એ ઘર અને ઓફિસ એ ઓફિસ રહી શકે એ માટે. 9. આજુબાજુના સૌ તમારી પ્રશંસા કરે ને તમારી લોકપ્રિયતા વધે એ માટે. 10. ભૂલો ઓછી થાય એ માટે. 11. મક્કમ નિર્ણયશક્તિ ખીલે એ માટે. 12. સફળતમ વ્યક્તિ તરીકેની છાપ ઉપસે એ માટે. 13. સમયનો મહત્તમ ઉપયોગ આપણાથી થઈ શક્યો છે એવી માનસિક શાંતિ માટે.
(જનક નાયકના પુસ્તક ‘સમયનું શ્રેષ્ઠ આયોજન’માંથી)
રમત રમવાની કળા
March 7, 2008નાના હતા ત્યારે આપણે ‘આંધળોપાટો’ નામની રમત રમતા. આંખે પાટા બાંધીને શોધવાની રમત. દર વખતે અટકળ કરવાની. એ છોકરો અહીં હશે, ને ત્યાં એને પકડવા ધસવાનું. પણ ત્યાં પહોંચીએ ત્યારે એ છોકરો ત્યાંથી ખસી ગયો હોય. હાથ લંબાવીએ તેને પકડવા માટે. પણ હાથમાં કશું આવે નહિ. માત્ર સંભળાય છોકરાંઓના હસવાના અવાજો. નવાઈની વાત એ છે કે હાથમાં કશું આવ્યું ન હોય છતાં આનંદ આવે. રમતમાં ‘દાવ’ આપવાની પણ મજા છે એની બાળપણમાં ખબર હોય. પણ સમજ આવતી જાય, એટલે માત્ર ‘દાવ’ લેવાની રાજરમત શરૂ થાય, ને જીવનમાં મુશ્કેલીઓનો મસમોટ્ટો ડુંગર બનતો જાય.
(શ્રી જનક નાયકના પુસ્તક ‘જીવવું સહેલું છે’માંથી)
મા
March 6, 2008નાનો હતો ત્યારે
પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો,
મા વિશે નિબંધ લખો.
ત્યારે વાંચવાનો મને બહુ શોખ.
કવિશ્રી જયંત પાઠકની આ પંક્તિ
’કાન આગળ મેશનું ઝીણું ઝીણું ટપકું કરે તે તો મા જ’
જવાબરૂપે લખી દીધી,
અને પુસ્તકોમાંથી ચિંતનકણિકાઓની ભરમાર કરી દીધી.
મને ત્યારે પૂરા ગુણ મળ્યા હતા.
પણ સાચું કહું ?
મા વિશે ત્યારે હું કશું જાણતો નહોતો.
મોટો થતો ગયો,
ને આસપાસનું જગત બદલાતું ગયું.
પગમાં સ્વપ્નોની સાંકળ બંધાતી ગઈ, ને આંખમાં સ્વપ્નોનાં ચશ્માં.
દોડતો રહ્યો, પડતો રહ્યો,
ફરી ઊભો થતો રહ્યો, લોહીલુહાણ થતો રહ્યો.
મહાભારતનું યુદ્ધ દરરોજ લડવું પડે છે.
દરરોજ માતા ગાંધારી પાસે આશિર્વાદ લેવા જવું પડે છે.
ખૂબ મોડી રાતે જીવતો, હા જીવતો
ઘરે આવતો ત્યારે મા પૂછતી,’દીકરા, આવી ગયો….?’
પણ મારી આંખે તો હતાં ચશ્માં
આંખ પર કદી નંબર સેટ થયા નહિ
’માતૃદેવો ભવ !’ની જાણ
એટલે ઊંઘરેટી આંખે માતાને વંદન કરતો,
એક રોબોટની જેમ.
માનો વહાલસભર હાથ મસ્તક પર.
માની આંખે ક્યાં ચશ્માં હતાં ?
પણ સાચું કહું ?
મા વિશે ત્યારે પણ હું કશું જાણતો નહોતો.
આજે હું જોઈ રહ્યો છું,
પોતાનાં બચ્ચાં માટે માળો બનાવતી ચકલીને
આજે હું જોઈ રહ્યો છું,
પોતાના તરતના જન્મેલા ગલૂડિયાને હૂંફ આપતી કૂતરીને
આજે હું જોઈ રહ્યો છું
ગાયમાતાના ધાવતા વાછરડાને
બચ બચ બચ બચ….ખટ ખટ ખટ ખટ….
હા, એ જ લાકડીનો અવાજ
મા મારી તરફ આવી રહી છે કે શું ?
અચાનક શબ્દકોષનો ‘મા’ શબ્દ
જીવંત બનીને મારા લોહીમાં વહેવા માંડે છે.
મા આજે મને સમજાઈ છે
મા વિશે આજે હું જાણતો થયો છું
મારી આંખમાંથી દડ દડ વહે છે આંસુ
પણ સાચું કહું ?
આંસુ લૂછનાર મા મારી પાસે નથી.
- જનક નાયક
મૃગજળ
March 6, 2008જીવનવિકાસ ગ્રંથાવલિ
March 5, 2008સફળ થવું અઘરું નથી
આવો, સફળતાનો રસ્તો બનાવવાની શરૂઆત કરીએ… તમે ઈચ્છો તો જ્વલંત સફળતા મેળવી શકો છો. આ પુસ્તકમાં સફળતા મેળવવા માટેની અનેક તરકીબો બતાવાઈ છે. નિષ્ફળતાનાં કારણો, નિષ્ફળતાને પચાવો, નકારાત્મક વિચારો પર કાબુ મેળવો, દિવાસ્વપ્નથી બચો, ઈચ્છાઓને સાકાર કેવી રીતે કરશો, આત્મવિશ્વાસ કેવી રીતે વધારશો, લક્ષ્યની પસંદગી કેવી રીતે કરશો, કામનું આયોજન કેવી રીતે કરશો, લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચશો, ત્વરિત નિર્ણય લો, નેતા બનો, નેતૃત્વ નિષ્ફળ જવાનાં કારણો, સફળતા માટે શુ જોઈએ ? વગેરે અનેક બાબતોની ઉદાહરણો સાથેની માહિતી. તમારા મનના બન્ધ દરવાજાને ખોલી કલ્પનાની અનેક્ ક્ષિતિજો વિક્સાવતું ચિંતનાત્મક પુસ્તક. કિંમત : રૂ. 50 આવ્રુત્તિ છઠ્ઠી
તમે અને તમારો આખો દિવસ
તમે ઈચ્છો તો આખો દિવસ સુખ અને સફળતાથી પસાર કરી શકો છો. સુખી દિવસ માટેનું આયોજન કેવી રીતે કરશો ? દરરોજ 30 મિનિટનો વ્યાયામ, આનન્દી સવારનું આયોજન કેવી રીતે કરશો ? ઓફિસ સમયનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરશો ? ઓફિસમાં પહોંચો ત્યારે ને ઓફિસેથી નીકળતા પહેલાં શું કરવું જોઈએ ? સ્ત્રીએ બપોરના સમયમાં શુ કરવું જોઈએ ? ઘરને ઘર કેવી રીતે રાખશો ? સુખી સાંજનું આયોજન કેવી રીતે કરશો ? રાત્રે સૂતી વખતે શું કરશો ? આખો દિવસ ટેનશનથી મુકત કેવી રીતે રહેશો ? વગેરે અનેક ઉદાહરણ સહિત માહિતી. ઘાણીના બળદની જેમ સતત ટેન્શનમાં ગોળગોળ ફરી પસાર થતા દિવસને બદલી ‘સુખી દિવસના આયોજન’ની તરકીબો બતાવતું ચિંતનાત્મક પુસ્તક. સુખ, શાંતિ અને સફળતાથી આખો દિવસ પસાર કરવા માટેની ચાવીઓ સમજાવતું અનેક ચિત્રો સાથેનું ડીલક્ષ પુસ્તક. કિંમત : રૂ. 50 આવ્રુત્તિ છઠ્ઠી
ચિંતા છોડો, નિરાંતે ઊંઘો
આવો, આપણે ચિંતાની ઊધઈને દૂર કરીએ. તમે ઈચ્છો તો, આરામની જિન્દગી જીવી શકો છો. અનેક પ્રકારની બીક, બીકના હુમલાને રોકવાની તરકીબો, ટેંશનમુક્તિ માટેના ઉપાયો, નર્વસ બ્રેકડાઉન, તેનાં કારણો, તેની શરીર પર થતી ગંભીર અસરો, નર્વસ બ્રેક ડાઉનથી બચવાના ઉપાયો, તમારી આર્થિક ચિંતા કઈ રીતે દૂર કરશો ? બજેટ કઈ રીતે બનવાશો ? તમારા કુટુમ્બની ચિંતા કઈ રીતે દૂર કરશો ? સુખી દામ્પત્યજીવનની ચાવીઓ, તમારા ધંધાની ચિંતા કેવી રીતે દૂર કરશો ? આનન્દાયક ઊંઘ માટે શું કરશો ? મનને મજબૂત કરવાની તરકીબો વગેરે અનેક બાબતોની ઉદાહરણ સહિતની માહિતી આ પુસ્તકમાં અપાઈ છે. અનેક પ્રકારની ચિંતાથી ઊખડી ગયેલા મનની દીવાલ પરના પ્લાસ્ટરને સરખું કરી સુખી જીવન તરફ લઈ જતું ચિંતનાત્મક પુસ્તક. દરેક મિનિટે તમારા પર થતા નિરાશાના હુમલા તમારુ આયુષ્ય ઘટાડે છે. ચિંતા, નર્વસ બ્રેકડાઉનથી બચવાના અનેક ઉપાયો આ પુસ્તકમાં છે. કિંમત : રૂ. 50 આવ્રુત્તિ છઠ્ઠી
Posted by janaknaik 
Posted by janaknaik
Posted by janaknaik 